વાર્તામાં રહેલા પત્રો અને પત્રોમાં રહેલી વાર્તાઓ
‘એમોર મીઓ’ એક ઇટાલિયન શબ્દપ્રયોગ છે, જેનો અર્થ ‘માય લવ’ એટલે કે ‘મારો પ્રેમ’ થાય છે. જોકે, આ શબ્દનો અર્થ વધુ ઊંડો છે—‘તારા પ્રેમને કારણે ટકેલું મારું અસ્તિત્વ, આજે અને હંમેશ માટે.’ પ્રેમીઓ દ્વારા, પ્રેમીઓ વિશે અને પ્રેમીઓ માટે લખાયેલું આ પુસ્તક પ્રેમની લાગણીઓ અને તેની અમર અભિવ્યક્તિની ઉજવણી કરે છે.
આ પુસ્તકમાં વિશ્વસાહિત્યની અમર પ્રેમકથાઓ, કથાઓમાં રહેલા પ્રેમપત્રો અને પત્રોમાં છુપાયેલી પ્રેમકથાઓનો સુંદર સમન્વય છે. તેમાં સાહિત્ય, પ્રેમ, જૂનૂન, કવિતા અને જીવનની અનુભૂતિઓ સમાયેલી છે. જાણીતા સાહિત્યકારો, કલાકારો, સંગીતકારો અને વિજ્ઞાનીઓની સત્યકથાઓ દ્વારા એવા પ્રેમીઓની વાત રજૂ કરવામાં આવી છે, જેમણે પોતાનું માન-સન્માન અને દુન્યવી ચિંતાઓ ભૂલીને પ્રેમ કર્યો. તેમણે ભવિષ્યની અસલામતી, દુનિયાના ડર કે સમાજના અભિપ્રાયોની પરવા કર્યા વિના પોતાના પ્રેમની નીડર અભિવ્યક્તિ કરી અને અંતિમ શ્વાસ સુધી પોતાની લાગણીઓને જીવંત રાખી.
આ પ્રેમીઓની વાર્તાઓ, પત્રો અને સાહિત્ય ઇતિહાસનાં પાનાંઓમાં અમર બની ગયાં છે. તેમના પ્રેમે રૂઢ માન્યતાઓને પડકાર્યા, નવા વિચારોને જન્મ આપ્યો અને જગતની વિચારધારાને પ્રભાવિત કરી. એમોર મીઓ એવા પ્રેમની ગાથા છે, જે માત્ર અનુભવવામાં જ નહીં, પરંતુ નીડરતાથી વ્યક્ત કરવામાં પણ માનતો હતો. આ પુસ્તક આપણને સમજાવે છે કે જ્યારે અંતરની લાગણીઓ આપણને જોડે છે કે હચમચાવે છે, ત્યારે જ ઘણી વાર કંઈક અર્થપૂર્ણ અને સર્જનાત્મક જન્મે છે.
00 Comments
Loading reviews...