જન્મ : 19/09/1965
ઍસ્ટ્રૉનૉટ સુનિતા વિલિયમ્સે અવકાશમાં પોતાના નોંધપાત્ર રોકાણ દ્વારા વિશ્વભરના લાખો લોકોની કલ્પનાશક્તિને પ્રેરિત કરી છે અને તેમના દિલમાં એક વિશિષ્ટ સ્થાન મેળવ્યું છે. તેમણે મહિલા અવકાશયાત્રી તરીકે એક્સ્ટ્રાવ્હિક્યુલર ઍક્ટિવિટી એટલે કે અવકાશયાનની બહાર રહીને કરવામાં આવતી પ્રવૃત્તિઓ દ્વારા કુલ 29 કલાક અને 17 મિનિટના ચાર સ્પેસવૉક કરીને વિશ્વવિક્રમ સ્થાપિત કર્યો હતો. આ પુસ્તક એક એવી અસાધારણ મહિલાની વાત રજૂ કરે છે, જેણે બાળપણથી જ કંઈક કરી બતાવવાની મહત્ત્વાકાંક્ષા, સમર્પણ, સ્પર્ધાત્મક પ્રતિભા અને સફળતા મેળવવાની દૃઢ ઇચ્છા દ્વારા પોતાની આગવી ઓળખ બનાવી અને આજે પ્રેરણામૂર્તિ બની છે.
સુનિતા એક પ્રેમાળ પરિવારમાંથી આવે છે. તેમનામાં અસાધારણ પ્રતિભા અને કંઈક વિશેષ કરવાની પ્રબળ ઇચ્છા જોવા મળે છે. તેમના વ્યક્તિત્વમાં ભારતીય પિતા ડૉ. દીપક પંડ્યા, જેઓ જાણીતા ન્યુરોએનાટોમિસ્ટ હતા, અને યુરોપિયન સંસ્કૃતિમાં ઉછરેલાં તેમનાં માતા ઉર્સેલિન બોની પંડ્યાના સંસ્કારોની ઝલક જોવા મળે છે. પરિવારના મૂલ્યો અને અમેરિકન સમાજની તકોના સમન્વયથી સુનિતાએ વિશ્વભરમાં ખ્યાતિ મેળવી છે.
સુનિતા સમુદ્રમાં તરી છે, ઊંડા સમુદ્રમાં ડૂબકી લગાવે છે, સંરક્ષણ અને માનવસેવા સાથે જોડાયેલી કામગીરી માટે ઉડાન ભરે છે અને અંતે અવકાશ સુધી પહોંચીને સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછાં ફરે છે. તેમની આ અસાધારણ સફર હિંમત, સમર્પણ, આત્મવિશ્વાસ અને સતત પ્રયત્નોનું પ્રતીક બની છે. સુનિતા વિલિયમ્સની જીવનકથા વિશ્વભરના લોકો માટે પ્રેરણાનો અવિરત સ્ત્રોત છે.
00 Comments
Loading reviews...