મોસાદ – દુનિયાની સૌથી શક્તિશાળી ગુપ્તચર સંસ્થા
દાયકાઓથી, ઇઝરાયેલની કુખ્યાત સુરક્ષા સંસ્થા મોસાદની ગણના દુનિયાની સર્વશ્રેષ્ઠ ગુપ્તચર સંસ્થાઓમાં થાય છે. તેના 60 વર્ષના ઇતિહાસમાં, આ એજન્સીએ સૌથી ખતરનાક, નિર્ણાયક, રોમાંચક અને આંખ ઉઘાડી નાખે તેવાં અનેક મિશન પૂરાં કર્યાં છે.
નાઝી જલ્લાદ એડોલ્ફ આઇકમેનને પકડવાના દિલધડક ઑપરેશનથી લઈને દસ વર્ષના ગાળામાં ઈરાનના પરમાણુ વિજ્ઞાનીઓનો સફાયો કરીને તેના પરમાણુ કાર્યક્રમને ખોરંભે પાડવાના મિશન સુધી, મોસાદે એવાં કારનામાં કર્યાં છે, જેણે અનેક શત્રુઓથી ઘેરાયેલા ઇઝરાયેલને ટકી રહેવામાં મદદ કરી છે.
મોસાદ બે કારણોથી ચર્ચાસ્પદ છે. પહેલું, તે ઇઝરાયેલના દુશ્મનો સાથે અત્યંત નિર્દયતાથી વર્તે છે. ટેલિફોન હૅન્ડસેટ અને કારમાં વિસ્ફોટકો ભરવાની કળાને લોકપ્રિય બનાવનાર સંસ્થાઓમાં મોસાદનો સમાવેશ થાય છે. મોસાદના વડા લગભગ દરેક વિસ્ફોટનું જાતે નિરીક્ષણ કરે છે.
બીજું, દુશ્મનોને ઠેકાણે પાડવાની દરેક કારવાઈને તે અકસ્માતમાં ખપાવી દે છે અથવા તો કોઈ ત્રાહિત પક્ષના નામે ઉધારી દે છે. મોસાદનો હાથ હોવાની શંકા ધરાવતાં અનેક ઑપરેશન્સ વિશે પશ્ચિમની ગુપ્તચર સંસ્થાઓ પણ શંકાથી આગળ વધી શકી નથી.
મોસાદ શું છે? તે કેવી રીતે અસ્તિત્વમાં આવ્યું? તે વિશ્વની શ્રેષ્ઠ ગુપ્તચર સંસ્થાઓમાંની એક કેમ ગણાય છે? તે કેવાં મિશન હાથ ધરે છે અને તેમને કેવી રીતે અંજામ આપે છે? ઇઝરાયેલના દુશ્મનો જ નહીં, પરંતુ અન્ય વિદેશી ગુપ્તચર સંસ્થાઓને પણ મોસાદનો ડર કેમ લાગે છે?
આ પુસ્તક આ તમામ પ્રશ્નોના જવાબ આપે છે.
00 Comments
Loading reviews...