Read. Discover. Grow.

Stories That Inspire

Your World of Books

Where Knowledge Begins

Find Your Next Read

Surrogate - સરોગેટ

Home Novel Surrogate - સરોગેટ
Surrogate - સરોગેટ
Written by Raghavji Madhad, Surrogate is a thought-provoking Gujarati story that explores surrogacy, motherhood, and human emotions. Through a sensiti...

Written by Raghavji Madhad, Surrogate is a thought-provoking Gujarati story that explores surrogacy, motherhood, and human emotions. Through a sensitive narrative, it raises important questions about the emotional bond between a mother and child and the ethical implications of treating the womb as a commercial arrangement.

Read More
₹ 179.10
₹ 199.00
10.00% OFF
Quantity
- +

Share :

Need Help?

Personalised assistance for a truly elevated shopping journey at Verita Media House Pvt. Ltd..

  • Description
  • Specifications
  • Reviews

સરોગેટ – માતૃત્વ, લાગણીઓ અને માનવીય સંવેદનાની કથા

ગુજરાતી કથા-સાહિત્યમાં અનેક વિષયો રજૂ થયા છે, પરંતુ સર્જક રાઘવજી માધડે સરોગેટ કથા દ્વારા એક અનોખા, વણછેડાયેલા અને વિચારપ્રેરક વિષયને સ્પર્શ્યો છે. એકવીસમી સદીમાં પણ માનવીએ ગંભીરતાથી વિચારવું જોઈએ એવા સરોગસીના સંવેદનશીલ વિષયને કેન્દ્રમાં રાખીને આ કથા માતૃત્વ, લાગણીઓ અને માનવીય મૂલ્યો વિશે મહત્ત્વપૂર્ણ પ્રશ્નો ઊભા કરે છે.

આ કથામાં એક NRI સ્ત્રી સંતાનપ્રાપ્તિની ઇચ્છા સાથે પોતાના દેશમાં આવે છે. પોતાના પૂર્વપ્રેમીની મદદથી તે સરોગસી દ્વારા બાળક મેળવવાનું વિચારે છે અને એક સ્ત્રીની કૂખ ભાડે રાખવા માટે તૈયાર થાય છે. એક દંપતી આ વ્યવસ્થા માટે સંમત થાય છે, પરંતુ જ્યારે માતૃત્વ જેવી કુદરતી અને લાગણીસભર પ્રક્રિયા ખરીદ-વેચાણના વ્યવહાર જેવી બની જાય છે, ત્યારે બંને સ્ત્રીઓની લાગણીઓ ઘવાય છે. નવ મહિના સુધી બાળકને પોતાની કૂખમાં ઉછેરનાર સ્ત્રી અને બાળક મેળવવાની ઇચ્છા ધરાવતી સ્ત્રી વચ્ચેની ભાવનાત્મક પરિસ્થિતિ કથાને વધુ સંવેદનશીલ બનાવે છે.

શું કુદરતની અમૂલ્ય ભેટ સમાન કૂખનું કોઈ મૂલ્ય નક્કી કરી શકાય? નવ મહિના સુધી બાળકને પોતાના શરીરમાં ઉછેર્યા પછી તેને બીજાને સોંપવું કેટલું સહેલું છે? બાળકને જન્મ આપનાર સ્ત્રીની વેદના અને લાગણીઓનું શું? શું કૂખ માત્ર આર્થિક ઉપાર્જનનું સાધન બની શકે? આવા સણસણતા અને હૃદયને સ્પર્શી જતા પ્રશ્નો દ્વારા સરોગેટ વાચકોને માતૃત્વનાં ભાવનાત્મક, માનવીય અને નૈતિક પાસાં વિશે ઊંડો વિચાર કરવા પ્રેરે છે.

Language Gujarati - ગુજરાતી
ISBN 9789361976360
Edition 1
Published June-2025
Binding Paper Back
Dimension (cm.) 21.5 x 14 x 0.8
Weight (Gram) 186
Pages 156

0

(0 Ratings)

5
0
4
0
3
0
2
0
1
0
00 Comments
Sort by:
Most Recent

Loading reviews...

WhatsApp Icon