Read. Discover. Grow.

Stories That Inspire

Your World of Books

Where Knowledge Begins

Find Your Next Read

Sarjanhar no Shankhnad - સર્જનહારનો શંખનાદ

Home Inspirational Sarjanhar no Shankhnad - સર્જનહારનો શંખનાદ
Sarjanhar no Shankhnad - સર્જનહારનો શંખનાદ
Explore fascinating and lesser-known stories of Lord Rama and Lord Krishna, their dynasties, and the extraordinary world of gods, demons, and talking...

Explore fascinating and lesser-known stories of Lord Rama and Lord Krishna, their dynasties, and the extraordinary world of gods, demons, and talking animals. Sudha Murty brings these ancient Indian tales to life through her simple and engaging storytelling.

Read More
₹ 179.10
₹ 199.00
10.00% OFF
Quantity
- +

Share :

Need Help?

Personalised assistance for a truly elevated shopping journey at Verita Media House Pvt. Ltd..

  • Description
  • Specifications
  • Reviews

શું તમે જાણો છો કે એક એવો પણ સમય હતો, જ્યારે રીંછ બોલી શકતાં હતાં, ચંદ્ર હસતો હતો અને માછલીઓના પેટમાંથી બાળકો મળી આવતાં હતાં? શું તમે ક્યારેય હજાર હાથવાળા માણસ વિશે સાંભળ્યું છે?

હજારો વર્ષ જૂનો આપણો ભારત દેશ પ્રાચીન સંસ્કૃતિ અને ઉજ્જવળ પરંપરાઓનો દેશ કહેવાય છે. આ સંસ્કૃતિ અને પરંપરાઓનું ઘડતર સદીઓ પહેલાં આપણી પાવન ભૂમિ પર પધારેલા દેવો અને પવિત્ર ઋષિમુનિઓના આશીર્વાદથી થયું છે. ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા અને વિશ્વાસ આપણા જીવન અને સંસ્કારોમાં ઊંડે સુધી વણાઈ ગયાં છે.

ભારતના લોકોને ભગવાન શ્રીરામ અને ભગવાન શ્રીકૃષ્ણ પ્રત્યે અપાર શ્રદ્ધા છે. શ્રીરામ અને શ્રીકૃષ્ણ બંને સૃષ્ટિના પાલનહાર ભગવાન વિષ્ણુના માનવઅવતાર હતા એવું માનવામાં આવે છે. બંને અવતારો અલગ-અલગ સમયખંડમાં પ્રગટ થયા હતા અને તેમની પોતાની આગવી વિશિષ્ટતાઓ હતી. આ પુસ્તકમાં તમને તેમના બંને અવતારો અને તેમના વંશ વિશેની અજાણી તથા ભુલાઈ ગયેલી કથાઓ માણવા મળશે.

આ કથાઓ એવા અસાધારણ સમયની છે, જ્યારે દેવો અને દાનવો સામાન્ય માણસોની સાથે પૃથ્વી પર વસતા હતા, પ્રાણીઓ બોલી શકતાં હતાં અને દેવોએ આપેલાં વરદાનો પણ ફળતાં હતાં. લાખો ગુજરાતીઓનાં પ્રિય લેખિકા સુધા મૂર્તિએ પોતાની આગવી દૃષ્ટિ અને સરળ શૈલીમાં આ અદ્ભુત કથાઓ રજૂ કરી છે.

ભગવાન શ્રીરામ અને ભગવાન શ્રીકૃષ્ણ સાથે જોડાયેલી આ કૌતુકભરી કથાઓ તમને આશ્ચર્યચકિત કરવાની સાથે ભારતીય પૌરાણિક કથાઓની સમૃદ્ધ દુનિયાનો પરિચય પણ કરાવશે.

Language Gujarati - ગુજરાતી
ISBN 9789390298556
Edition 1
Published March-2021
Binding Paper Back
Pages 160
Dimension (cm.) 21.5 x 14 x 0.9
Weight (Gram) 140

0

(0 Ratings)

5
0
4
0
3
0
2
0
1
0
00 Comments
Sort by:
Most Recent

Loading reviews...

Related Products View All
WhatsApp Icon