Read. Discover. Grow.

Stories That Inspire

Your World of Books

Where Knowledge Begins

Find Your Next Read

Srimad Bhagavad Gita ma Jivankala - શ્રીમદ્ ભગવદ્ગીતામાં જીવનકલા

Home Religious Srimad Bhagavad Gita ma Jivankala - શ્રીમદ્ ભગવદ્ગીતામાં જીવનકલા
Srimad Bhagavad Gita ma Jivankala - શ્રીમદ્ ભગવદ્ગીતામાં જીવનકલા
Discover the timeless wisdom of the Shrimad Bhagavad Gita, a spiritual and practical guide to overcoming life's challenges. Explained in simple langua...

Discover the timeless wisdom of the Shrimad Bhagavad Gita, a spiritual and practical guide to overcoming life's challenges. Explained in simple language, this book offers insights into courage, perseverance, balance, and the art of living.

Read More
₹ 138.00
₹ 150.00
8.00% OFF
Quantity
- +

Share :

Need Help?

Personalised assistance for a truly elevated shopping journey at Verita Media House Pvt. Ltd..

  • Description
  • Specifications
  • Reviews

માનવમાત્ર માટે જીવન એક યુદ્ધ છે, જેમાં હારવું કે જીતવું એ વ્યક્તિ આ યુદ્ધનો સામનો કેવી રીતે કરે છે તેના પર આધાર રાખે છે. આ સંદર્ભમાં ભારતની આધ્યાત્મિક ભૂમિ પર ગ્રંથ સ્વરૂપે પ્રગટેલું અને વિશ્વભરમાં પ્રસિદ્ધ થયેલું શાશ્વત પુષ્પ ‘શ્રીમદ્ ભગવદ્ગીતા’ સદીઓથી માનવમાત્ર માટે સંજીવની સમાન બની રહ્યું છે.

જ્યારે જીવનસંગ્રામ લડતાં-લડતાં માણસ થાકી જાય છે અથવા હિંમત હારીને પીછેહઠ કરવા લાગે છે, ત્યારે અનેક પ્રશ્નો ઊભા થાય છે: જીવનસંગ્રામ આગળ ધપાવવો કે પરાસ્ત થઈ હથિયાર મૂકી દેવાં? આવા સમયે કોની મદદ લેવી? આ પ્રશ્નો યક્ષપ્રશ્ન બની રહે છે. પરંતુ જે વ્યક્તિ ‘શ્રીમદ્ ભગવદ્ગીતા’ના જ્ઞાનથી પરિચિત છે અને પોતાની પ્રકૃતિ અનુસાર તેની શિખામણને શ્રદ્ધાપૂર્વક જીવનમાં ઉતારે છે, તેને જીવનનાં પડકારોનો સામનો કરવા માટે યોગ્ય દિશા, હિંમત અને સ્પષ્ટતા મળી શકે છે.

આ મહાન ગ્રંથ ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય એમ કાળનાં ત્રણેય પ્રવાહોમાં પ્રાસંગિક રહેવાનું સામર્થ્ય ધરાવે છે. બીજા શબ્દોમાં કહીએ તો, જ્યાં સુધી માનવજાતનું અસ્તિત્વ રહેશે, ત્યાં સુધી ‘શ્રીમદ્ ભગવદ્ગીતા’ માનવીના જીવનસંગ્રામમાં માર્ગદર્શક બની રહેશે.

તેની વિશેષતા એ છે કે તેમાં માનવજીવનનાં વિવિધ પાસાંઓને ધ્યાનમાં રાખીને માર્ગદર્શન આપવામાં આવ્યું છે. તે માત્ર તત્ત્વચિંતનનો ગ્રંથ નથી, પરંતુ વ્યવહારુ જીવન માટેનું માર્ગદર્શન પણ છે. તે માણસને સમજદારી, સંતુલન અને હેતુપૂર્ણ અભિગમ સાથે જીવન જીવવાની કળા શીખવે છે.

સૌના જીવનમાં આવતા સંઘર્ષો અને ઝંઝાવાતો સામે મક્કમતાથી ટકી રહેવાનું શીખવતા આ મહાન ગ્રંથની સમજ અહીં સરળ અને સહજ ભાષામાં રજૂ કરવામાં આવી છે, જેથી વાચકો તેના જ્ઞાનને સમજીને પોતાના જીવનમાં ઉતારી શકે.

Language Gujarati - ગુજરાતી
ISBN 9789361978319
Edition 1
Published February-2025
Binding Paper Back
Pages 130
Dimension (cm.) 21.5 x 14 x 0.7
Weight (Gram) 170

0

(0 Ratings)

5
0
4
0
3
0
2
0
1
0
00 Comments
Sort by:
Most Recent

Loading reviews...

WhatsApp Icon