હાઇપરફોકસ – એકાગ્ર ધ્યાન દ્વારા શ્રેષ્ઠ પરિણામો મેળવવાની ટેકનિક
શું તમને લાગે છે કે તમારું ધ્યાન નબળું પડી ગયું છે? ઓછા ફોકસને કારણે તમને સારાં પરિણામો નથી મળતાં? એકાગ્રતાના અભાવે શું તમે કામની ગુણવત્તા અને સમયસર કામ પૂરું કરવામાં સમાધાન કરો છો?
જો તમે પણ ધ્યાન ભટકવાની સમસ્યાથી પરેશાન હો, તો હાઇપરફોકસ તમને શીખવશે કે શક્તિશાળી એકાગ્રતા કેવી રીતે કેળવવી, થાક્યા વિના અનેક કામો કેવી રીતે પૂરાં કરવાં, જટિલ પ્રશ્નોનો ઝડપથી ઉકેલ કેવી રીતે લાવવો અને ભૂલો, ગરબડ, વિલંબ, નિષ્ફળતા તથા ધ્યેયચૂકને કેવી રીતે ટાળવી.
આજે આપણે એવી દુનિયામાં જીવીએ છીએ, જ્યાં અનેક પ્રશ્નો અને સતત આવતા ડિસ્ટ્રેક્શન્સને કારણે ધારેલાં કામો સમયસર પૂરાં થઈ શકતાં નથી. ટેક્નોલોજીનો ઉપયોગ હોય, કામકાજનો તણાવ હોય કે પીઅર પ્રેશર—આ બધાંને કારણે આપણું ધ્યાન સતત ભટકતું રહે છે, એકાગ્રતા ઓછી થતી જાય છે અને આપણે ફોકસ ગુમાવી બેસીએ છીએ.
મૂળ ગુજરાતી બેસ્ટસેલર ઇકિગાઈના લેખક રાજ ગોસ્વામી દ્વારા ભારતીય સંદર્ભો સાથે લખાયેલું હાઇપરફોકસ એક અનોખું પુસ્તક છે. આ પુસ્તક આપણને સમજાવે છે કે વીખરાયેલા ધ્યાનને કેવી રીતે કેળવવું, એકાગ્રતા કેવી રીતે વધારવી અને ઓછા સમયમાં શ્રેષ્ઠ પરિણામો કેવી રીતે મેળવવાં.
00 Comments
Loading reviews...