Read. Discover. Grow.

Stories That Inspire

Your World of Books

Where Knowledge Begins

Find Your Next Read

The Compound Impact - ધ કમ્પાઉન્ડ ઇમ્પેક્ટ

Home Self-help The Compound Impact - ધ કમ્પાઉન્ડ ઇમ્પેક્ટ
The Compound Impact - ધ કમ્પાઉન્ડ ઇમ્પેક્ટ
The Compound Impact explains how small, consistent actions can create extraordinary results over time. Presented through an Indian perspective, this b...

The Compound Impact explains how small, consistent actions can create extraordinary results over time. Presented through an Indian perspective, this book explores how daily habits, focus, consistency, and behaviour can positively influence personal life, business, career, and relationships.

Read More
₹ 202.50
₹ 225.00
10.00% OFF
Quantity
- +

Share :

Need Help?

Personalised assistance for a truly elevated shopping journey at Verita Media House Pvt. Ltd..

  • Description
  • Specifications
  • Reviews

ધ કમ્પાઉન્ડ ઇમ્પેક્ટ – નાનાં અને સતત પ્રયાસોની અસાધારણ તાકાત

“ચક્રવૃદ્ધિ વ્યાજ વિશ્વની આઠમી અજાયબી છે. જે આ વિચારને સમજે છે તે તેનો લાભ મેળવે છે, અને જે નથી સમજતો તેણે તેની કિંમત ચૂકવવી પડે છે.” — આલ્બર્ટ આઈન્સ્ટાઈન. આ વિધાનમાં જિનિયસ આલ્બર્ટ આઈન્સ્ટાઈને Compound શબ્દની અસાધારણ તાકાતનો પરિચય કરાવ્યો છે. સ્ટીવ જોબ્સ, ઇલોન મસ્ક, સચિન તેંડુલકર, નીરજ ચોપરા, ધીરુભાઈ અંબાણી, રતન ટાટા, ઇન્દ્રા નૂયી અને સુધા મૂર્તિ જેવા સફળ લોકો કોઈ જડીબુટ્ટીથી સફળ થયા છે કે પછી નસીબ ચમકવાની રાહ જોતા હતા? ના. આ તમામ લોકોએ Compound શબ્દની અદ્વિતીય તાકાતને સમજી હતી.

તેઓ જાણતા હતા કે તેઓ જે કંઈ કરે છે, તેની અસર ચક્રવૃદ્ધિ વ્યાજની જેમ તેમના જીવન પર પડતી રહે છે. આપણાં નાનાં-નાનાં કાર્યો પણ સમય જતાં મોટી અસર ઊભી કરી શકે છે, જેને Compound Impact કહેવામાં આવે છે. Compound Impact એટલે આપણે જે કંઈ કરીએ તેમાં દરરોજ કંઈક ઉમેરતા રહેવું—પછી તે સમય હોય, એકાગ્રતા, નિયમિતતા, વિચારો કે વ્યવહાર. રોજેરોજના આ નાના અને સતત પ્રયાસો જીવન, વ્યવસાય, નોકરી અને સંબંધો પર એવી અસર પેદા કરી શકે છે, જેનું અંતિમ પરિણામ આપણી અપેક્ષા કરતાં અનેકગણું વધારે હોય છે.

વિદેશી વિચારો અને કાર્યશૈલીઓ હંમેશાં આપણી ભારતીય સંસ્કૃતિ, આદતો અને સમજણ સાથે સુસંગત હોતી નથી, જેના કારણે અપેક્ષિત પરિણામો મળતાં નથી. તેથી જ વિશ્વભરમાં વખણાયેલા આ મહાન વિચારને આ પુસ્તકમાં ભારતીય દૃષ્ટિકોણથી સરળ રીતે રજૂ કરવામાં આવ્યો છે. નાનાં અને સતત પ્રયાસોની શક્તિને સમજો અને જાણો કે કેવી રીતે રોજિંદાં કાર્યો જીવનમાં મોટો બદલાવ લાવી શકે છે. આજે જ મૂળ ગુજરાતી પુસ્તક ધ કમ્પાઉન્ડ ઇમ્પેક્ટ વાંચો અને સામાન્ય પ્રયાસોમાંથી અસાધારણ પરિણામો મેળવવાની કળા શીખો.

Language Gujarati - ગુજરાતી
ISBN 9789392613142
Edition 1
Published October-2021
Binding Paper Back
Pages 128
Dimension (cm.) 21.5 x 14 x 1
Weight (Gram) 140

0

(0 Ratings)

5
0
4
0
3
0
2
0
1
0
00 Comments
Sort by:
Most Recent

Loading reviews...

WhatsApp Icon